..ઇશ્વર એટલે શુ? ઇશ્વર ક્યાં છે? ....યુગો યુગો થી દરેક ના મન માં ઉદભવતો એક વણઉકેલાયેલો આ સવાલ.જેનો જવાબ શોધવા મુફલિસ ની જેમ ક્યારેક ધર્મસ્થાનો તો ક્યારેક ધર્મગુરુઓ ની ચોખટ ચુમવા દરદર ભટકતો માનવી ! ...દુનિયા ની રેસ માં સિકંદર થઇ સઘળુ જીતી જ લેવાની મહત્વકાંક્ષા માં પોતાની આસપાસ વસતા,શ્વસતા,ધબકતા ઉગતા ઇશ્વર ને અલપ ઝલપ એક નજર જોવા નો પણ સમય ના ફાળવી શકતો માણસ જોજનો દુર પત્થરો ની ચોખટો પર તળીયા ઘસતો થઇ જાય છે!