પુરુષોનો દિવસ

(24)
  • 3.6k
  • 3
  • 884

હવે તો જમાનોય કેટલો બદલાયો છે ! પુરુષો શાક લેવા જાય, પુરુષો બાળકને રમાડે, બાળક રડતું હોય તો છાનું રાખે, બાળક કપડાં બગાડે તો એનાં કપડાંય બદલી કાઢે–બબડ્યા વગર ને હસતા હસતા ! રસોડામાંય મદદ કરવા તત્પર ! કામવાળી ન આવે તો બધું જેવુંતેવું કામ કે જેવુંતેવું ખાવાનુંય ચલાવી લે, ઘરનાં હુકમ કરે ત્યારે બહાર જમવા કે ફિલ્મ જોવાય લઈ જાય ને પોતાના આરામની કે તબિયતની પરવા કર્યા વગર ને ચૂં કે ચાં કર્યા વગર પત્ની ને બાળકોને સતત ખુશ રાખવાની કોશિશો ચાલુ રાખે ! ને તોય ?