લવ જંકશન - ભાગ-૧

(269)
  • 10.8k
  • 37
  • 4.6k

આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ, હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય, ખુશી, કેયુર અને પ્રિયા. અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ.અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.