મારો એક દિવસ મોબાઈલ વિનાનો

(48)
  • 4k
  • 8
  • 950

સોનેરી સુરજ સોહામણી સવાર લઈ આવી ઊગ્યો. પંખીઓ ચહેકવા લાગ્યા. મારા ઘર ના બગીચા માં થી કોયલ ના મીઠા મીઠા ટહુકા કાન માં સંભળાવવા લાગ્યા. હું પણ મારા બેડ પર થી આળસ મરડી ને ઊભો થયો આમ, તો રોજ જેવી સવાર હતી તો પણ કઈંક તો અલગ હતી. મોબાઇલ માં એલાર્મ વાગ્યે ને આપણે બંદા ઊઠીએ પણ આજે, તો વગર મોબાઈલ એ પણ રોજ ના સમયે જ ઉઠી જવાયું થોડું આશ્ચર્ય થયું સાથે સાથે એમ પણ થયું કે એમાં શી મોટી વાત છે. એક દિવસ મોબાઇલ વિના ચલાવી લઈશું...!