લાલ રંગનું રહસ્ય - ૨

  • 134

પ્રકરણ ૨અનુમાનનું વિજ્ઞાનઅમે નક્કી થયા મુજબ બીજા દિવસે મળ્યા અને બેકર સ્ટ્રીટના નંબર ૨૨૧-બી વાળા ફ્લેટનું નિરીક્ષણ કર્યું, જેની ચર્ચા અમારી મુલાકાત દરમિયાન તેણે કરી હતી. ત્યાં બે આરામદાયક બેડરૂમ અને એક મોટો, હવાઉજાસ વાળો અને હસમુખો સેટિંગ-રૂમ હતો, જેમાં બે મોટી બારીઓથી સૂર્યપ્રકાશ આવતો હતો. આ રહેઠાણ દરેક રીતે એટલું આકર્ષક હતું અને ભાડું પણ અડધોઅડધ વહેંચવા પર એટલું વ્યાજબી લાગ્યું કે એ જ પળે સોદો નક્કી થઈ ગયો અને અમે તરત જ ત્યાં રહેવા માટે ચાલ્યા ગયા. એ જ સાંજે મેં હોટેલમાંથી મારી બધી ચીજવસ્તુઓ ત્યાં ખસેડી લીધી, અને બીજે દિવસે સવારે શર્લોક હોમ્સ પણ પોતાની કેટલીક પેટીઓ