પ્રકરણ - ૨નિષ્ફળતાનો ઈતિહાસકુર્લાની એ સાંકડી ગલીઓમાં રાતનો સન્નાટો પ્રસરેલો હતો, પણ આર્યનના મગજમાં વિચારોનું તોફાન શમવાનું નામ નહોતું લેતું. બહાર રિક્ષાઓના એન્જિન ઠંડા પડી ગયા હતા, પણ આર્યનની ખોલીમાં લાગેલી બેચેનીની આગ વધુ પ્રજ્વલિત થઈ રહી હતી. તેની ખોલીના એક ખૂણામાં એક જૂનું, લાકડાનું ટેબલ હતું જેના પાયા ક્યારનાય ભેજને કારણે સડી ગયા હતા. એ ટેબલના ખાનામાં એક જાડી, કાળા રંગની ફાઈલ દબાયેલી પડી હતી. તેણે આ ફાઈલ લીધી અને એ લઈને તે પોતાના પલંગ પર નિરાશ વદને બેસી ગયો.આર્યનની આ ફાઈલ કોઈ ડિગ્રીઓ કે મોટી સિદ્ધિઓનો દસ્તાવેજ નહોતી, પણ આર્યનના જીવનની હારનો એક જીવંત અને ક્રૂર પુરાવો હતી.