ધીરગંભીર - ૧૨

  • 326
  • 96

સુહાની પોતાનો સંકલ્પ લઈ ચૂકી અને કોઈ પણ સંજોગમાં સંકલ્પ પુરો કરશે જ એવો નિર્ણય જાત સાથે કરી ચૂકી હતી. એના મનમાં શાંતિ હતી કારણકે, એને ખાતરી થઈ ચૂકી હતી કે મોહિત પણ એને પસંદ કરે જ છે. મોહિત ઘરે પહોંચ્યો એણે જોયું મામી અને મમ્મી બંને ખૂબ આનંદથી વાતો કરી રહ્યા હતા. મોહિતના મનમાં હાશકારો થયો કે ચાલો, મમ્મી ફરી નોર્મલ થઈ ગઈ છે! મોહિત એના મમ્મીને દુઃખી જોઈ એ ખુદ પણ વ્યાકુળ થઈ જતો! પુરુષને લોકોએ એવી ફ્રેમમાં બેસાડ્યા છે કે, એમને ક્યારેય કોઈ દુઃખ દર્દ ન થાય! પણ એ સાવ ખોટી બાબત છે. એમને પણ દુઃખ, દર્દ પીડા બધું