ધીરગંભીર - ૧૦

  • 390
  • 144

કિશનભાઇ સહેજ કડકાઈથી બોલ્યા એ અશોકને ન જ ગમ્યું જે દીનાબહેન સમજી ચૂક્યા હતા. એમણે ચર્ચા અધૂરી રાખી અને કહ્યું, "બેટા સાંજ થવા આવી તે જમ્યું નથી, હું તને ચા નાસ્તો આપું અને આંધણ પણ મૂકું! અત્યારે હવે આ વાત કરવી યોગ્ય નથી. આપણે ખોટા અંદરોઅંદર વિવાદ પર ઉતરી જશું."મમ્મીનાં શબ્દો સાંભળી અશોક ઘડિયાળ તરફ નજર કરી ૫:૩૦ થઈ ચૂક્યા હતા. મનમાં જ મોહિતને યાદ કર્યો અને વિચાર્યું મારો દીકરો પણ જમ્યો નહી હોય! એ ભૂખ્યો હોય અને મારા ગળે જમવાનું કેમ ઉતરે?? એ બોલ્યો, "હું આવું થોડીવાર પછી તમે જમી લેજો હું આવીશ ત્યારે જમી લઈશ!" આવું કહી સડસડાટ