"ધ લાસ્ટ ચેપ્ટર" —કેટલીક વાર્તાઓ પૂરી થતી નથી, નવી સફર શરૂ કરે છે.પ્રકરણ ૧: અમદાવાદની ધૂળ અને પ્રિયાંશની અદભુત ગ્રહણશક્તિઅમદાવાદની બપોર એટલે જાણે આકાશમાંથી અગ્નિ વર્ષાઈ રહ્યો હોય. એસ.જી. હાઈવે પરથી ઉડતી ધૂળ અને રસ્તાઓ પર ભરાયેલા વાહનોના હોર્નનો અવાજ શહેરના તાપમાનમાં વધારો કરી રહ્યો હતો. મણિનગરની એક જૂની સોસાયટીના પહેલા માળે આવેલી ધર્મેશભાઈની ઓરડીમાં પણ ગરમીનો એટલો જ પ્રકોપ હતો. છત પર લટકતો જૂનો ઊષા પંખો "ચર-ચર... ચર-ચર..." કરતો ગોળ ફરી રહ્યો હતો, પણ એ હવામાં ઠંડકને બદલે માત્ર લૂ ફેલાવી રહ્યો હતો.ઓરડીના ખૂણામાં મૂકેલા ટેબલ પર પુસ્તકોના ઢગલા પડ્યા હતા. બારમા ધોરણની સાયન્સની બોર્ડની પરીક્ષાઓ અને પાછળથી JEE