ધીરગંભીર - ૮

મામા ગાર્ડેનથી ઘરે આવતી વખતે એજ વિચારમાં રહ્યા કે, કુમારે કેમ ફોન ન ઉપાડ્યો? ક્યાંક હું કુમારને પણ સમજવાની ભૂલ નથી કરતો ને!! મામાનું મન ચકરાવે ચડ્યું હતું, આજ સુધી એમને કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ થઈ ન્હોતી, આજ પોતાના મનમાં રહેલ કુમાર માટેની છબી પર એમને પહેલીવાર શંકા જન્મી!*************************************આ તરફ ચેતના મોહિતને લઈને ટ્રેનમાં બેસી ગઈ પણ અશોક ખૂબ ભાંગી પડ્યો. પુત્ર સામે થયેલ પડોશી સાથે ઝઘડો, ચેતનાનું ડબલ સ્વરૂપ અને એ પછી પુત્રને રોકવામાં પોતાની થયેલ હાર!!!! આ બધું એને ખૂબ ચૂર ચૂર કરી રહ્યું હતું. એને થયું ઘરે જાઉં તો પણ કોના માટે? અને ઘરે ગયા બાદ પણ