ધીરગંભીર - ૭

  • 242
  • 98

મામાને ઉદાસ જોઈ મામીએ એમને પોતાના રૂમમાં બોલાવ્યા. મામીએ એમને કહ્યું, " તમે હિંમત હારી જશો તો બધું બગડી જશે. તમારી સમજદારીએ બધાને જોડીને રાખ્યા છે. સમય છે કાલ બદલી જશે. પણ જો હિંમત ખરા સમયે હાર્યા તો જે ગુમાવશો એ ક્યારેય પાછું નહી મળે! ચિંતા છોડો અને ખુશ રહો, બાળકો નાના છે પણ ચહેરા પરની ઉદાસી પરખી શકે એટલા સમજદાર છે. આપ ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે.""તું છો એટલે જ આટલી હિંમત છે. બધે થી હારુ છું પણ તારી પાસે આવું ત્યારે જગ જીત્યાનો અહેસાસ તું કરાવે છે. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તારા