ધીરગંભીર - ૬

  • 328
  • 114

મોહિત એના મમ્મી અને મામી સાથે મામાના ઘરે પહોંચવા આવ્યા, એમણે ડેલી ખોલી. નાની બારી પાસે રહેલ સેટી પર બેઠા હતા, એમની નજર ડેલી ખડકવાના અવાજ તરફ ફરી, એમને આવતા જોઈ નાનીના મનમાં પણ અનેક વિચારો આવવા લાગ્યા. ચિંતાને દૂર રાખી વિનયપૂર્વક નાનીએ આવકાર આપ્યો. ચેતના ઘરમાં આવી અને ક્રોધિત ચહેરે એક ખુરશીમાં બેઠી, ભાભીએ બન્નેને પાણી આપ્યું. મોહિતની હાલત જોઈ તરત નાસ્તો આપી અને ચા મૂકી. મોહિતે નાસ્તાને જોયો પણ એટલો ગભરાયેલ હતો કે એણે નાસ્તો લીધો નહી અને એના મમ્મી તરફ જોયું. ચેતના એકદમ સહજરીતે બોલી, "લે ને બેટા! તને ભૂખ લાગી હશે ને!"મોહિતે નાસ્તો લીધો અને ખૂબ ઝડપે