ધીરગંભીર - ૫

મોહિત ઘરેથી તો નિકળ્યો પણ એનું મન ભૂતકાળમાં પહોંચી ગયું. ***************************મોહિત મમ્મી સાથે ટ્રેનમાં તો બેસી ગયો પણ આખો ડબ્બો રિઝર્વ હતો. આથી એમને બન્નેને બેસવાની જગ્યા ન મળી. ચેતના મનમાંને મનમાં કંઈક બબડી રહી હતી, અને બન્નેની હાલત પણ એટલી ખરાબ હતી કે મુસાફરી કરનાર એમને જોઈને પણ સહેજ ડરે! આથી કોઈએ એમની પાસે જગ્યા આપી નહી, દરવાજા અને વોશરૂમની બાજુની જગ્યામાં બન્ને ગોઠવાયા. મોહિતની સામેની સીટમાં એક બહેન બેઠા હતા, જે એ બન્નેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ચેતનાના વિખરાયેલ વાળ, અસ્તવ્યસ્ત કપડાં, ઉઘાડા પગ! એમના ચહેરા પર સહેજ અણગમાના ભાવ તરવરી ઊઠ્યા. એમની નજર હવે મોહિત પર પડી, ઉઘાડા પગે