ક્યારેક જીવનની દોડધામમાં આપણે એટલા આગળ નીકળી જઈએ છીએ કે પાછળ રહી ગયેલી આપણી પોતાની જાતને જોવાનું જ ભૂલી જઈએ છીએ. બધાની ખુશીનું ધ્યાન રાખતાં રાખતાં પોતાની ખુશી ક્યાંક ખોવાઈ જાય છે. બધાની જરૂરિયાતો પૂરી કરતાં કરતાં પોતાની ઇચ્છાઓ ક્યારે અધૂરી રહી ગઈ, એનો ખ્યાલ પણ રહેતો નથી.અને પછી એક દિવસ એવો આવે છે, જ્યારે માણસ બધાની વચ્ચે હોવા છતાં પોતાની અંદર એકલતા અનુભવે છે. કોઈની સાથે ફરિયાદ નથી હોતી, કોઈની સામે ગુસ્સો પણ નથી હોતો, બસ મનમાં એક જ સવાલ ઊઠે છે — "હું પોતે ક્યાં ખોવાઈ ગઈ?"એક સમય હતો, જ્યારે નાની નાની વાતોમાં ખુશી મળી જતી. મનગમતું ગીત