એક સીટ

  • 212
  • 74

આજે અમદાવાદ બસ સ્ટેન્ડ પર પગ મૂકવાની જગ્યા નહોતી. ચોમાસાની સાંજે અચાનક તૂટી પડેલા વરસાદે આખા શહેરની ગતિ રોકી દીધી હતી. દરેક માણસ બસમાં ચડીને વહેલી તકે પોતાના ઘરે પહોંચવા માંગતો હતો. વિનુભાઈ પણ એ ભીડનો એક ભાગ હતા. સરકારી ઓફિસમાંથી નિવૃત્ત થયેલા વિનુભાઈ ની ઉંમર સાઠને વટાવી ગઈ હતી. ગોઠણના દુખાવાથી પીડાતા વિનુભાઈ માટે આ અસ્તવ્યસ્ત ભીડમાં ઊભા રહેવું પણ એક સજા સમાન હતું.અમદાવાદ થી વડોદરા જતી બસ જેવી પ્લેટફોર્મ પર આવી, કે લોકટોળું ધસમસતું બસના દરવાજા તરફ દોડ્યું. ધક્કામુક્કી અને ઘોંઘાટ વચ્ચે વિનુભાઈ જેમતેમ કરીને બસમાં ચડ્યા. બસ આખી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. દરેક સીટ પર લોકો ગોઠવાઈ