'દ્રશ્યમ ૩: ધ કન્ક્લુઝન'-રાકેશ ઠક્કર શું ‘દ્રશ્યમ 3 ના અમુક દ્રશ્યોમાં જયદીપનો અજય સામે વિજય થયો છે? જ્યારે પણ કોઈ મોટી ફ્રેન્ચાઈઝીની ત્રીજી કડી આવે ત્યારે દર્શકોના મનમાં ડર અને ઉત્સાહ બંને સાથે હોય છે કે શું આ વખતે પણ એ જ જાદુ જોવા મળશે કે પછી કહાની પતી ગઈ હશે? એ પ્રશ્નનો જવાબ અત્યારે તો એવો છે કે કહાનીનો અંત લાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ માત્ર એક મૂવી નથી, પણ દર્શકોના મગજ સાથે રમાતી એક શાનદાર ચેસની ગેમ છે. ફિલ્મની શરૂઆત ભૂતપૂર્વ IG મીરા દેશમુખ (તબ્બુ)થી થાય છે, જે