અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ કુતૂહલ મચાવી રહ્યો હતો. સૂર્યના કિરણો આકાશને ચીરીને દરેક સ્થાન પર પોતાનું આગવું સ્થાન જન્માવી રહ્યા હતા. રૂમની બાલ્કની સામે એક સુંદર ગાર્ડન હતું. ગાર્ડનમાં રહેલ રંગબેરંગી સુંદર પુષ્પો અને વૃક્ષો પર મોહિતની નઝર સ્થિર હતી અને મન પોતાના જીવનમાં આવી રહેલ નવા બદલાવના વિચારમાં હતું. ખૂબ પુરુષાર્થ અને માતાના આશીર્વાદથી મળેલ આ નવા વળાંકને લીધે એ ખૂબ ઉત્સાહી હતો. એ જ્યારે પણ ઉત્સાહી થતો આમ જ પ્રકૃતિને મનભરીને નીરખતો, પોતાના મનના ભાવો મૌન રહી પ્રકૃતિને વ્યક્ત કરતો. એ આવો જ