: પ્રકરણ - 16 : પુત્ર કોના પર ગયો હતો? એ બાબત જીજુ સાળી વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. મારું કહેવું હતું.. મારો પુત્ર મારા પર જ ગયો હશે જયારે સુહાની મક્કમ પણે કહી રહી હતી. પુત્ર તો મારી બહેન પર જ ગયો હશે. અને આ વિવાદનો અંત હસમુખના આગમને આણ્યો હતો. અને તેણે ગર્વથી પોતાનો અંગુઠો દેખાડી પોતાનો વિજય વ્યક્ત કર્યો હતો. મેં ખેલદિલી પૂર્વક તેની સરાહના કરી હતી અને તેને વધાઈ આપી હતી. મને એક સાથે બમણી ખુશી પ્રાપ્ત થઈ હતી. પણ હસમુખના