: પ્રકરણ - 11 : મેં અનન્યાના સાથેના સબંધમાં હતાશ ચિત્ત આત્મ હત્યા કરવાનો વિચાર મારા દિમાગમાં આણ્યો હતો. આ વાત યાદ કરીને મને મારી જાત પર બહું ગુસ્સો આવતો હતો. મારી પાસે તો પિતાજી, મા, બહેન, નાની માં બધા જ હતા. આ સ્થિતિમાં ..મારે આત્મહત્યા કરવાની શી જરૂર હતી? જો મેં આવું પગલું ભર્યું હોત તો એ લોકોનુ શું થાત? મારા દિમાગમાં અનેક સવાલ ઊઠ્યા હતા. તેમણે બિચારાઓએ મારૂં શું બગાડ્યું હતું? એક ને કારણે બીજાને સજા આપવાનો મને શું અધિકાર હતો? તેઓ બધા મારા પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતાં.. હું ઝેરની શીશી મોઢે સુધી