: પ્રકરણ - 10 : હું ઘણો જ અપ સેટ થઈ ગયો હતો. બિલ્કુલ તૂટી ગયો હતો. ત્યારે અનન્યા મારી પાસે આવી હતી. મેં તેને વળગીને આજીજી કરી હતી. " હવે તું મારી બહેન છે. પ્લીઝ એક વાર મારો અને ગરિમાનો ભેટો કરાવી દે. હું તારો જિંદગીભર ઋણી રહીશ. " પણ તે આ મામલે કાંઈ જ કરી શકે તેમ નહોતી. તે ખુદ બેજીવી હતી. મેં તેની લાચારી સ્વીકારી લીધી હતી. પણ મારી સમસ્યાનો કોઈ જ અંત નહોતો. આ સ્થિતિમાં અનુરાગ પોતાના ગામના બે મિત્રોને લઈ કોલેજ ક્લાર્ક પાસે પહોંચી ગયો હતો અને ગરિમા નું સરનામું લઈ તેના