: પ્રકરણ - 6 : માંકવાથી પાછા ફર્યા બાદ મારા બધા જ ઘા રૂઝાઇ ગયા હતાં..બદલાયેલા વાતાવરણને કારણે હું મારી જાતને સલામત, સ્વસ્થ અનુભવી રહ્યો હતો. વેકેશન પણ પૂરું થઈ ગયું હતું. હું સ્કૂલે જવા લાગ્યો હતો.. પરંતુ અતીતની યાદો મારો પીછો છોડતી નહોતી . હર પળ, હર ક્ષણ અનન્યા સાથે વીતેલી, તેણે કહેલી વાતો મારા કાનોમા દસ્તક દઇ રહી હતી. તેની આ વાત મને વીંછીની માફક ડસી રહી હતી.. " I am not your lover!, " હું દુનિયાદારીથી બિલ્કુલ અજાણ હતો.. મારા પિતાજીએ મને કાંઈ શિખવાડ્યું નહોતું.. હું જે કાંઈ જાણતો, શીખતો થયો હતો