આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 2

                           :  પ્રકરણ - 2 :                                         મોટા ભાઈના મોતે પિતાજી બહુ જ અસ્વસ્થ બની ગયા હતા.. નાની માના અમાનુષિક વ્યવહારને લઇ ને પિતાજી અત્યંત નારાજ થઇ ગયા હતા. તેઓ પોતાના સંતાનોને પોતાની સાસુ મા સાથે ના રાખવાનો નિર્ધાર કરીને બેઠા હતા.. તેની સામે નાની મા એ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.. આંસુની ગંગા વહેવડાવી દીધી હતી.. તેઓ કોને આધારે જીવશે? સવાલ કર્યો હતો.. અને તેમની ખાતર પિતાજીને ના છૂટકે સંતાનોના ભાગલા પાડ્યા હતા જેને કારણે ભાઈ બહેન વચ્ચે કોઈ લાગણીનો સેતુ બનવા પામ્યો નહોતો.               નાની મા વર્ષમાં