સીધીસટાક વાત - 2

  • 280
  • 90

આ માત્ર સાડા ચાર અક્ષરનો શબ્દ નથી, પણ માનવ મનની આખી ઉત્ક્રાંતિ અને તેના પતનની વાર્તા છે. માણસ જ્યારથી હોંશ સંભાળે છે, ત્યારથી જ એ અપેક્ષાઓના અદ્રશ્ય તાણાવાણા વણવાનું શરૂ કરી દે છે. આપણે ક્યારેય ખાલી હાથે જીવી શકતા નથી. આપણને હંમેશાં કોઈકની પાસેથી, પરિસ્થિતિ પાસેથી અથવા નસીબ પાસેથી કંઈકને કંઈક જોઈતું જ હોય છે. અને આ જ 'જોઈતું હોવાની' જે તીવ્ર ઈચ્છા છે, એ જ આપણી તમામ પીડાઓનું, આંસુઓનું અને નિરાશાઓનું ઉદ્ગમ સ્થાન છે.ભગવાન બુદ્ધે વર્ષો પહેલાં કહ્યું હતું કે 'તન્હા જાતિ દુખં' એટલે કે તૃષ્ણા અને અપેક્ષા જ દુઃખને જન્મ આપે છે. જ્યારે આપણે આ વિધાનને આજના આધુનિક,