મંદી

  • 270
  • 68

મંદી ડિગ્રીના અહંકારમાં ગ્રાહકના સ્વાદ સાથે રમાયેલી 'કોસ્ટ-કટિંગ'ની રમત... વાંચો, કેવી રીતે એક ભણેલા દીકરાએ ઊભી કરી 'મંદી' અને અભણ પિતાએ એક જ ઝાટકે ઉતાર્યો એનો નશો!  એક નાનકડું, રળિયામણું નગર હતું. નગરમાં સવાર પડે અને હવામાં ગરમાગરમ સમોસાની સુગંધ પ્રસરે એટલે લોકો સમજી જાય કે બનારસીલાલની ભઠ્ઠી સળગી ચૂકી છે. બનારસીલાલ એટલે સ્વાદ અને શુદ્ધતાનો પર્યાય. રોજ સવારે તે શુદ્ધ તેલ વાપરે, કાજુ-કિસમિસથી સમૃદ્ધ મસાલો તૈયાર કરે અને સાથે ખાટી-મીઠી ચટણીનું એવું અમૃત પીરસે કે ખાનાર આંગળા ચાટતા રહી જાય. તેમનો એક જ નિયમ હતો – ગ્રાહક ની સંતુષ્ટ તા એ જ મારી સફળતા. જો ક્યારેક સમોસા વધે, તો