એક નાનું ગામ હતું, પણ ગામમાં દલપતભાઈનું નામ મોટું હતું.ગામમાં જ નહીં, આજુબાજુના ઇલાકામાં પણ તેમનો એવો દબદબો હતો કે લોકો તેમને દૂરથી જોઈને જ રસ્તો બદલી દેતા.દલપતભાઈ ગાડી લઈને ગામમાં નીકળે એટલે જાણે રસ્તો તેમનો જ હોય. સામેથી કોઈ વાહન આવી જાય તો સામેવાળાએ સાઈડમાં થવાનું. કોઈ ભૂલથી તેમની ગાડીની સામે આવી જાય તો પછી તેની ખેર નહીં.“દેખાતું નથી? ગાડી કોણની છે?”આ એક વાક્ય જ પૂરતું હતું.સામેવાળો તરત જ,“માફ કરજો દલપતભાઈ.” કહી નિકળી જાય.ભૂલ દલપતભાઈની હોય તો પણ માફી સામેવાળાએ જ માંગવાની.લોકોને તેનું માન નહોતું પણ એક બીક હતી.પણ દલપતભાઈને આ તફાવત ક્યાં સમજાતો હતો?તેમને લાગતું,“મારું નામ જ મારી