પ્રકરણ ૫૬: કિટ્ટી પાર્ટીમાં ગ્લોબલ સ્વાદ, મનપ્રીત ગિલની 'ડમ્પલિંગ માસ્ટરક્લાસ' અને જાગૃતિની વાયરલ રીલ!દૈનિક ચબરાકિયાં:"દુનિયા ગમે તેટલી મોટી હોય, પણ લોટના પડમાં સ્વાદિષ્ટ પૂરણ ભરીને રાંધવાની રીત આખી પૃથ્વી પર એકસરખી છે! ક્યાંક એને મોમો કહેવાય, ક્યાંક રવિયોલી તો આપણા દેશમાં એને સમોસું કે ઘૂઘરો કહેવાય! સ્વાદની કોઈ સરહદ નથી હોતી!"એક ખુશનુમા બપોરે આનંદનગર સોસાયટીના એસી ક્લબ હાઉસમાં અનોખી સુગંધ અને રોનક જોવા મળી રહી હતી.સોસાયટીના પ્રમુખ હર્ષિલ મહેતાના ધર્મપત્ની અંજુ મહેતાએ આ વખતે કિટ્ટી પાર્ટી માટે કંઈક હટકે વિચાર્યું હતું. તેમણે સોસાયટીમાં રહેતા અને પ્રખ્યાત રેસ્ટોરન્ટના માલિક શેફ મનપ્રીત સિંહ ગિલ અને એમની કુશળ રેસ્ટોરન્ટ ટીમ સાથે મળીને