આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૧૫

  • 852
  • 319

આદમખોરનું રહસ્યપ્રકરણ ૧૫: અર્જુનનો અગ્નિપથઆકાશના કાળાડિબંગ વાદળોની છાતી ફાડીને અચાનક વીજળીનો ભયાનક કડાકો થયો—‘તડાક... પ્રચંડ ધડાકો!’ અને એ સાથે જ વાવાઝોડા સાથે અણધાર્યો મૂસળધાર વરસાદ ખાબકી પડ્યો.ઝાપટાં સાથે વરસી રહેલા વરસાદનાં ટીંપાં કાલિંદીના અડાબીડ સાગ અને વાંસના પાંદડાં પર પતરાં જેવા અવાજ સાથે પડી રહ્યાં હતાં. પવનના તીવ્ર સપાટા હવે વરસાદની બુંદો સાથે મળીને અંધારામાં દ્રશ્યતા સાવ શૂન્ય બનાવી રહ્યા હતા. બળતી મશાલો પળવારમાં હોલવાઈ ગઈ અને જંગલમાં ફરી કાળો ડિબંગ અંધકાર છવાઈ ગયો. પરંતુ એ કાળમુખી રાત્રિમાં, જંગલની તરસાયેલી કાળી માટીમાંથી ઊઠતી ભીની, આહલાદક અને મીઠી સોડમ વાતાવરણમાં ફેલાઈ ગઈ. એક બાજુ વસુધરાની એ મીઠી સોડમ હતી અને બીજી