વડનગર હાટકેશ્વર મંદિર વિશે અત્રે લખી ગયો છું. ટૂંકમાં ફરી કહું તો હવે વડનગર જવા છેક સુધી ફોર લેન રોડ્સ છે, લોકશક્તિ અને વલસાડ વડનગર જેવી સુપરફાસ્ટ ટ્રેનો છે.હાટકેશ્વર નાગરોના ઇષ્ટદેવ છે તેનું ત્યાં મોટું મંદિર છે.મંદિર ફરતેની કોતરણીમાં એ વખતનું જીવન, યોદ્ધાઓ, નર્તકીઓ, વાદ્યો, કેટલીક ખજુરાહો જેવી કામશાસ્ત્રની મુદ્રાઓ બધું ખૂબ સુંદર છે.મંદિરમાં પૂરતું મોટું પાર્કિંગ અને એટેચ બાથ, ટોયલેટ વાળા એસી નોન એસી રૂમો સહિતનું સ્વચ્છ ગેસ્ટહાઉસ છે, કેન્ટિન ચા નાસ્તો અને ગુજરાતી થાળી સબસિડાઇઝ જેવા દરે આપે છે. પૂજા ઓફિસમાં જ લખાવી રિસિટ બતાવી ત્યાંથી પણ મળતો પૂજાપો લઈ ગર્ભગૃહમાં તેમનો જ પુરોહિત કરાવે છે જે હવે બપોરે