આનંદનગર : પ્રકરણ ૪૪

  • 344
  • 112

પ્રકરણ ૪૪: કરિયાણાની દુકાને ખાંડનો કકળાટ, ઈથેનોલની માયાજાળ અને રોહનનું ઓટો-જ્ઞાન!દૈનિક ચબરાકિયાં:"માણસની ભૂખ સંતોષવા માટે વપરાતી શેરડી, મકાઈ અને ચોખા હવે ગાડીઓના પેટ ભરવા માટે વપરાય છે! રસોડાની ખાંડ મોંઘી થઈને સીધી સાયલેન્સરમાંથી ધુમાડો બનીને ઊડી જાય, એ જ આજના સમયની સૌથી મોટી અજાયબી છે!"ઓગસ્ટ માસની એક તાજી સવારે આનંદનગર સોસાયટીના ગેટ પાસે આવેલી  'કિરાણા સ્ટોર' પર સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ જામી હતી.સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, નિવૃત્ત એન્જિનિયર રૂસ્તમ દારૂવાલા અને ભટ્ટજી, મનોહર જોશી સવારની મોર્નિંગ વૉક પૂરી કરીને મહિનાનું કરિયાણું અને પૂજાની સામગ્રી લેવા દુકાને પહોંચ્યા હતા.માણેક લાલે મગનલાલને કહ્યું,  "પાંચ કિલો ખાંડ અને બે