દ્રષ્ટિ અને સૃષ્ટિ

દ્રષ્ટિ અને સૃષ્ટિ જગતના દોષો શોધતી આંખો જ્યારે પોતાની ભીતર ઝાંખે છે, ત્યારે જ મનુષ્ય પતનના અંધકારમાંથી નીકળીને પરમજ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરે છે! પોતાનો ઉત્કર્ષ જયારે માણસ પોતે પોતાની પાસે એકલો બેસે ત્યારે થાય છે.    સૃષ્ટિના પ્રારંભકાળે, જ્યારે પરમાત્માએ માનવ શરીરનું ઘડતર કર્યું, ત્યારે તેને માત્ર શ્વાસ જ ન આપ્યા, પણ જીવનજીવવાની એક અદ્ભુત ચાવી સમી બે પોટલીઓ આપી. એક પોટલી રેશમી દોરાથી બાંધીને છાતી પાસે આગળ લટકાવી અને બીજી ક્ષણભંગુર શણની પોટલી પીઠ પાછળ બાંધી આપી.   ઈશ્વરે માણસના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, "હે માનવ! આ આગળની પોટલી પર સદા તારી દ્રષ્ટિ રાખજે. સ્વાધ્યાય ની આ