આદમખોર નું રહસ્ય પ્રકરણ ૩સૂરજ આથમવાની તૈયારીમાં હતો અને ગીરના છાયાઘેરા જંગલ પર કિરમજી રંગ રેલાઈ રહ્યો હતો. સાસણની ઉત્તરે ઊંડાણપૂર્વકના જંગલમાં આવેલો ભાનુ ભગતનો નેસડો જાણે કુદરતના ખોળામાં પોઢેલું એક નાનકડું ગામડું હતો. નેસડાની ચારેય તરફ કાંટાળા બાવળ, ખાખરા અને વાંસની કુદરતી વાડ હતી. સાંજ પડતાં જ ભેંસોના ભાંભરવાનો ગંભીર અવાજ જંગલની શાંતિને ભેદી રહ્યો હતો.નેસડામાં પગ મૂકતાં જ ઈવા અને ડિટેક્ટીવ અર્જુનસિંહના નાકમાં કાચા દૂધ, છાણ, અને કાષ્ટની ધુમાડી સાથે ભળેલી રગડા જેવી છાસની એક તીવ્ર, મીઠી સુવાસ અથડાઈ. મધ્યમાં લીંપણ કરેલા આંગણામાં લાકડાના મોટા વાસણમાં લાકડાની રવૈયા વડે છાસ ઘુમાવાઈ રહી હતી. લાકડાનો મધુર અવાજ 'ઘમ... ઘમ...' સાંભળીને