પાછા વળ્યા પાછલા દિવસો - 13

  • 1.8k
  • 686

ભાગ ૧૩જાનવી પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને રૂમમાં જવાને બદલે સીધી રસોડામાં ગઈ અને અધૂરું રહેલું ઘરનું કામ ઝડપથી પતાવવા લાગી. તેનો જીવ મમ્મીમાં જ પરોવાયેલો હતો.પપ્પા મમ્મી પાસે ગયા અને તેમનો હાથ પકડીને પૂછ્યું, ;તારી તબિયત આટલી બધી ખરાબ છે? શું થયું છે તને?મમ્મીએ અશક્ત અવાજે કહ્યું, ;કંઈ નહીં... બસ સવારનું પેટમાં બહુ દુખે છે અને વારંવાર ઊલટીઓ થાય છે.મમ્મીની હાલત જોઈને પપ્પાને પણ ચિંતા થઈ. તેમણે તરત જ કહ્યું, ચાલ, આપણે એકવાર ડોક્ટર પાસે જઈને બતાવી આવીએ.જાનવી પણ ઘરનું કામ પડતું મૂકીને તરત જ પપ્પા અને મમ્મી સાથે હોસ્પિટલ જવા નીકળી ગઈ.હોસ્પિટલ પહોંચીને ડોક્ટરે મમ્મીની પ્રાથમિક તપાસ કરી