પાછા વળ્યા પાછલા દિવસો - 12

  • 574
  • 196

ભાગ ૧૨સવારના સાત વાગ્યા હતા. જાનવીએ ઊઠીને જોયું તો મમ્મી રસોડામાં ધીમા પગલે કામ કરી રહી હતી. જાનવીએ તરત જ મમ્મીના હાથમાંથી વાસણ લઈ લીધા અને ચિંતાભર્યા અવાજે કહ્યું, મમ્મી, આજે તારે ક્યાંય જવાનું નથી અને કોઈ કામ પણ નથી કરવાનું. કાલે જ મેં તને કહ્યું હતું ને કે હું આજે કોલેજે નથી જવાની. હું બસ એક કલાક ટ્યુશન લઈને ઘરે આવી જઈશ અને આખો દિવસ તારી પાસે રહીશ. તું આરામ કર!મમ્મીએ પ્રેમથી જાનવીના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, અરે મારી ગાંડી દીકરી! ચાર દિવસ પછી તો તારી ફાઈનલ એક્ઝામ શરૂ થાય છે. ઉપરથી તું છોકરાઓને ટ્યુશન પણ