ગુણ સૌદર્ય અને પ્રીતિનો અરસપરસ સેતુ

  • 214
  • 52

ખલીલ જીબ્રાને ખૂબ જ સાચું જ કહ્યું છે, "તે સુંદર ન હતી, પણ સુંદર લાગી શકતી હતી, જો કોઈ તેને એમ કહે કે તું સુંદર છે." આ વાક્ય કોઈ પુસ્તકીય વચન નથી, પરંતુ માનવીય મનોવિજ્ઞાનનું એક એવું સત્ય છે જે કોઈના અંદર છુપાયેલા સૌંદર્યને બહાર લાવવાની ક્ષમતા રાખે છે.   ગઇકાલે સાંજે મારી બાળપણની સ્નેહી મિત્ર વૈશાલી સાથેની વાતચીત મારા મનમાં ઘેરા પ્રત્યાઘાતો છોડી ગઈ. વૈશાલી અને તેનો પતિ મીલન આજે કોઈ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં જાય, તો ત્યાં 'બેસ્ટ લુકિંગ કપલ'નો એવોર્ડ જીતીને આવે છે. તેમનું આજનું આ શાહી અને આકર્ષક વ્યક્તિત્વ જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે વીસ