મીઠાસ ભાઈની

  • 138

  સાવ સવારથી આકાશમાં મઘમઘતી પ્રસન્નતા વ્યાપેલી હતી. શ્રાવણ માસની પૂનમ એટલે ભાઈ-બહેનના અવિચળ પ્રેમ અને પવિત્ર વિશ્વાસનું પર્વ રક્ષાબંધન. આજે લાંબા સમયે ભાઈ પોતાની વ્હાલસોયી બહેનને ઘેર મહેમાન બનીને આવ્યો હતો. સવારના પહોરમાં સ્નાન-ધ્યાન પતાવીને બહેને ઘરના આંગણે રંગોળી પૂરી હતી અને પવિત્ર મનમાં મનોમન ઈશ્વર પાસે ભાઈના દીર્ઘાયુષ્યની કામના કરી હતી. સ્નેહના આ પર્વની શરૂઆત કરતાની સાથે જ બહેને પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધ્યું: येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वामभिबध्नामि रक्षे मा चल मा चल॥   જે રક્ષાસૂત્રથી મહાબલી અને દાનવોના રાજા રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, હે રક્ષે! હું તે જ સૂત્રથી