કૃષ્ણ : હે,પ્રિય પાર્થ .. હું અત્યાર સુધી તારી અંતર દૃષ્ટિ વિકસે એ હેતુ થી આત્મ બોધ રૂપી તત્વજ્ઞાનની નિષ્ઠા થી તને યોગ માર્ગ વિશે જણાવી રહ્યો હતો.. ચિંતન મનન શીલ યોગીજનો આનાથી તત્કાળ સંશય મુક્ત થાય છે.. પરંતુ બહુ થોડા વ્યક્તિઓ આ માર્ગ વિશે પ્રશ્ન કરે છે.. એમાં થી પણ થોડા આ માર્ગ ને જાણે છે..એમાં થી પણ થોડા, આ માર્ગ નો અભ્યાસ કરે છે.. અને એમાંથી કોઈક વીરલો જ પ્રાણ સ્વરૂપ એવા મને પ્રાપ્ત કરે છે. પરંતુ હે કુંતીપુત્ર તું અત્યારે શરીર થી બંધાયેલ છે.. એટલે ક્યારેક શાસ્ત્રના વચનો ની આણ લઈને ,તો ક્યારેક પ્રકૃતિ