ભાગ ૫ — એક અધૂરું સપનુંડોક્ટરનો ફોન મૂક્યા પછી રમેશભાઈ થોડા સમય સુધી એક જ જગ્યાએ ઊભા રહ્યા.હાથમાં મોબાઇલ હતો.સામે મીના રસોડામાં ચા બનાવી રહી હતી.બધું રોજ જેવું જ હતું.પણ રમેશભાઈના મનમાં કંઈક બદલાઈ ગયું હતું.“શું થયું?” મીનાએ પૂછ્યું.રમેશે થોડું હસવાનો પ્રયત્ન કર્યો.“કંઈ નહીં. ડોક્ટરે કેટલાક ટેસ્ટ કરાવવા કહ્યું છે.”“મારા?”“હા.”મીના થોડી ચિંતિત થઈ.“કેમ? કંઈ ગંભીર છે?”“ના, એવું કંઈ નથી. બસ રૂટીન ટેસ્ટ હશે.”રમેશ જાણતા હતા કે તેઓ પોતાને જ સમજાવી રહ્યા હતા.બીજા દિવસે સવારે બંને હોસ્પિટલ ગયા.મીનાના એક પછી એક ટેસ્ટ થયા.બ્લડ ટેસ્ટ.સોનોગ્રાફી.ECG.બીજા કેટલાક ટેસ્ટ.રમેશ દરેક રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા હતા.તેમની આખી જિંદગીમાં તેમણે અનેકવાર પૈસાના આંકડા જોયા હતા.પણ