ભાગ ૪ — પપ્પા, તમારી પાસે સમય છે?રાહુલને નોકરી લાગ્યાને લગભગ છ મહિના થઈ ગયા હતા.હવે તે અમદાવાદથી દૂર એક શહેરમાં રહેતો હતો. નોકરી સારી હતી, પગાર સારો હતો અને જીવન ધીમે ધીમે પોતાની ગતિએ આગળ વધી રહ્યું હતું.રમેશભાઈ માટે આ ગર્વની વાત હતી.તેમણે જે સપનું જોયું હતું, એ જાણે પૂરું થઈ રહ્યું હતું.એક સાંજે ઓફિસમાંથી પાછા આવ્યા પછી તેમણે મીનાને કહ્યું,“આજે રાહુલનો પગાર આવ્યો છે.”મીના રસોડામાંથી બહાર આવી.“એણે કહ્યું?”“હા. અને કહે છે કે પહેલી સેલરીમાંથી આપણા માટે કંઈક મોકલશે.”મીનાના ચહેરા પર સ્મિત આવી ગયું.“મને કંઈ નથી જોઈતું. એ બસ ખુશ રહે એટલું પૂરતું.”રમેશ હસ્યા.“મેં એને કહ્યું કે પૈસા બચાવ.