ભાગ ૨ — આજ નહીં, કાલેરવિવારની સવાર હતી.ઘડિયાળમાં સાડા આઠ વાગ્યા હતા. મીના રસોડામાં ચા બનાવી રહી હતી અને રાહુલ બાલ્કનીમાં પોતાની નાની બોલ લઈને રમતો હતો.રમેશભાઈ ટેબલ પર બેસીને એક કાગળ પર હિસાબ કરી રહ્યા હતા.પગાર આવ્યો હતો.સૌથી પહેલાં ઘરખર્ચ અલગ.પછી રાહુલની સ્કૂલ ફી.પછી મીનાની દવા.પછી વીજળીનું બિલ.અને છેલ્લે…રોકાણ.રમેશભાઈએ કેલ્ક્યુલેટર પર આંકડો નાખ્યો.“આ મહિને પાંચ હજારની SIP વધારી દઉં તો પાંચ વર્ષમાં સારી રકમ ઊભી થઈ જશે.”મીના ચા લઈને આવી.“આજે રાહુલને લઈને બહાર જઈએ?”રમેશે કાગળ પરથી નજર પણ ન ઉઠાવી.“ક્યાં?”“ક્યાંક પણ… પાર્કમાં, નદીકાંઠે, મોલમાં… બાળક આખું અઠવાડિયું સ્કૂલ અને ટ્યુશનમાં રહે છે.”રમેશે કેલ્ક્યુલેટર બાજુમાં મૂક્યો.“આ મહિને ખર્ચ થોડો વધારે