પાછા વળ્યા પાછલા દિવસો - 5

  • 202
  • 58

જાનવી ઘરે પહોંચીને દ્રાક્ષની થેલી મમ્મીના હાથમાં મૂકે છે. મમ્મી થેલી ખોલીને જુએ છે તો અંદર તાજી અને મીઠી દ્રાક્ષ હોય છે."લે મમ્મી, આ તારા માટે! તને તો આ દ્રાક્ષ બહુ ભાવે છે ને, એટલે હું લાવ્યા વગર રહી ન શકી." જાનવીએ હસીને કહ્યું.મમ્મીએ દ્રાક્ષ જોઈને રાજી થવાને બદલે ચિંતા ભર્યા અવાજે કહ્યું, "અરે જાનવી, આવો ખોટો ખર્ચો શું કામ કર્યો? તારે તારી પોકેટ મની બચાવવી જોઈએ. આવી રીતે બધું વાપરી નાખીશ અને પોકેટ મની ખલાસ થઈ જશે તો આખો મહિનો તું શું કરીશ?"ત્યાં બાજુમાં બેઠેલા તેના પપ્પા પણ બોલી ઉઠ્યા, "હા જાનવી, મમ્મી સાચું કહે છે. જો તારી પોકેટ