મિલાપના યુ.એસ. જવામાં માત્ર પંદર દિવસ બાકી હતા.માટે નક્કી થયું કે નેક્સ્ટ સન્ડે પ્રિયાંશી અને મિલાપની સાદાઈથી સગાઈ કરી દેવામાં આવે.આ નિર્ણય સાંભળીને મિલાપનું મન જાણે ઉછળી પડ્યું.માયાબેન મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા અને તેમને એ વાત સમજાતી નહોતી કે આટલું સરસ ઘર-બાર મૂકીને મિલાપને તેના પપ્પા અમેરીકા શું કામ મોકલવા માંગે છે ?? પરંતુ તે આ બાબતે કંઈ પણ બોલવા ઈચ્છતા નહોતા...માયાબેનને ખુલાસીને બધી વાત આજે જ કરી લેવી હતી તેથી તેમણે છોકરાઓને અંદર બેડરૂમમાં જઈને બેસવા માટે કહ્યું.બધા છોકરાઓ અંદર મિલાપના બેડરૂમમાં બેસવા માટે ગયા ત્યારબાદ માયાબેને વાતની શરૂઆત કરતાં કહ્યું કે, "મારી પ્રિયાંશી ખૂબ ડાહી છે, હોંશિયાર