પાછા વળ્યા પાછલા દિવસો - 2

  • 210

પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે...અંધારું છવાઈ ગયું હતું ત્યાં જ અચાનક જાનવીની આંખો ખુલી. તેની સામે પોતાના જૂના ઘરની ભીંતો હતી, હવામાં એ જ જૂની અને અતિ જાણીતી સુગંધ હતી.એવામાં રસોડામાંથી અવાજ આવ્યો, "જાનુ, એય જાનુ! ક્યારની ઊઠી છે, ચાલ હવે મોડું થાય છે, તારે કોલેજે નથી જવું?"એ અવાજ સાંભળતાં જ જાનવીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. આ તો તેની મા, સુમિત્રાબેનનો અવાજ હતો! જે માને ગુજરેલા કેટલાય વર્ષો થઈ ગયા હતા, તેનો અવાજ સંભળાતાં જાનવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેનાથી મનોમન બોલાઈ ગયું, 'આ કેમ બની શકે? મા તો...!'તે ઝટપટ ઊભી થઈ અને દોડતી રસોડા તરફ ગઈ.