એક ગામ, જ્યાં સંબંધો લોહીથી નહીં, લાગણીઓથી બંધાયેલા હતા… અને એક શહેર, જ્યાં સપનાઓ સાથે રહસ્યો પણ ઊગતાં હતાં. આરવ, રિયા, મીરા, કાવ્યા અને નિહિરની જિંદગીમાં પ્રેમ, મિત્રતા, સફળતાની દોટ અને અધૂરા સંબંધો એકબીજા સાથે ગૂંથાતા જાય છે. ચૌદ વર્ષ પહેલાં બનેલી એક ઘટના આજે ફરી જીવંત બની છે. જૂની કૅસેટ, ગુમ થયેલા દસ્તાવેજો અને એક રહસ્યમય ‘M’ પાછળ છુપાયેલું સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. પરંતુ દરેક સત્યની કિંમત હોય છે. ભૂતકાળના અધૂરા સંબંધો જ્યારે આજની પેઢીના સપનાઓ સાથે અથડાય છે, ત્યારે કોણ કોનો સાથ આપશે? અને કોણ દગો કરશે?