અહેસાસનો સ્પર્શ ૨રાતના લગભગ સાડા બાર વાગ્યા હતા.ગૌરવના હાથમાં જલ્પાની તસવીર હતી અને તેની પાછળ લાલ શાહીથી લખાયેલું વાક્ય હજુ તેની આંખો સામે હતું.“પ્રેમ કરવો ગુનો નથી, ગૌરવ. પણ અમારી દુનિયાની છોકરીને પ્રેમ કરવાની કિંમત ચૂકવવી પડે છે.”સામાન્ય માણસ માટે આ ધમકી હતી.ગૌરવ માટે આ પુરાવો હતો.કોઈ એવું હતું જેને તેમના સંબંધથી માત્ર વાંધો નહોતો, પરંતુ ડર હતો.અને માણસ જ્યારે કોઈના પ્રેમથી ડરવા લાગે ત્યારે તેનો અર્થ એટલો જ હોય કે એ પ્રેમમાં એવી શક્તિ છે જે તેની આખી રમત બગાડી શકે.ગૌરવે લિફાફો સાચવી લીધો.બીજી તરફ જલ્પાની હાલત વધુ ખરાબ હતી.અજાણ્યા નંબર પરથી આવેલો મેસેજ તે વારંવાર વાંચતી હતી.“જો ગૌરવને