સ્નેહ ની ઝલક - 36

  • 162

અહેસાસનો સ્પર્શ લોકો પ્રેમને સ્પર્શમાં શોધે છે. કોઈનો હાથ પોતાના હાથમાં આવે, કોઈ ખભા પર માથું મૂકે, કોઈ આંખોમાં આંખો નાખીને “હું તને પ્રેમ કરું છું” કહે, ત્યારે તેમને લાગે કે પ્રેમ પૂર્ણ થયો.પરંતુ કેટલાક પ્રેમની કિસ્મતમાં સ્પર્શ કરતાં પહેલાં જ અંતર લખાયેલું હોય છે.એવા પ્રેમમાં હાથ મળતા નથી, છતાં હૃદય જોડાઈ જાય છે. રસ્તા અલગ હોય છે, છતાં આત્મા એકબીજાની સાથે ચાલતા રહે છે. દુનિયા બે વ્યક્તિઓ વચ્ચે દીવાલ ઊભી કરી શકે છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણા અસ્તિત્વનો અહેસાસ બની જાય, ત્યારે દુનિયાની સૌથી ઊંચી દીવાલ પણ તેને હૃદયમાંથી બહાર કાઢી શકતી નથી.ગૌરવ અને જલ્પાની પ્રેમકથા પણ એવી જ