સ્નેહ ની ઝલક - 35

  • 60

સંબંધ મોટો કે અહંકાર કેટલાક સંબંધો સમય સાથે તૂટતા નથી, અંતરથી પણ તૂટતા નથી અને કોઈ મોટી ભૂલથી પણ તૂટતા નથી. તેઓ ધીમે ધીમે એક એવા મૌનથી તૂટે છે, જેમાં બંને બાજુ લાગણી હોય છે, યાદ હોય છે, વાત કરવાની ઇચ્છા હોય છે, પણ વચ્ચે એક નાનકડો શબ્દ ઊભો હોય છે **અહંકાર.**“પહેલા તે ફોન કરે.”“દર વખતે હું જ શા માટે સમજું?”“ભૂલ તેની હતી, માફી હું કેમ માગું?”આ ત્રણ ચાર વાક્યો ઘણી વખત વર્ષો જૂના સંબંધો કરતાં વધારે શક્તિશાળી બની જાય છે.મનોજ અને હીનાની મિત્રતા પણ આવી જ એક કહાની હતી.બંનેની ઓળખ કોલેજના પહેલા વર્ષમાં થઈ હતી. મનોજ સ્વભાવથી થોડો શાંત, ગંભીર