જેવું અન્ન તેવું મન

  • 192
  • 54

अन्नं ब्रह्मेति व्यजानात्। अन्नाद्ध्येव खल्विमानि भूतानि जायन्ते। अन्नेन जातानि जीवन्ति। अन्नं प्रयन्त्यभिसंविशन्तीति॥ અન્નને બ્રહ્મરૂપ જાણવું જોઈએ; કારણ કે અન્નમાંથી જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્નથી જ જીવન ટકે છે અને અંતે જીવન અન્નમાં જ વિલીન થાય છે. સાંજ ઢળતી હતી અને પ્રકૃતિ પોતાની ડાખળીઓ સંકેલીને વિશ્રામ તરફ આગળ વધી રહી હતી. સંસારના કોલાહલથી દૂર, પ્રભુના નામનું સ્મરણ કરતા એક તેજસ્વી સાધુ મહારાજ અજાણ્યા માર્ગે આગળ વધી રહ્યા હતા. ચારેય બાજુ ઘેરો અંધકાર છવાતો જતો હતો અને રાત્રિ પોતાના ભયાનક સ્વરૂપમાં દેખાઈ રહી હતી. તે જ સમયે આશ્રય ની શોધમાં રહેલા સાધુએ એક ઘર  જોયું અને ત્યાં રાત્રિ રોકાણ માટે પહોંચ્યા.   તે ઘર