હેલો... હું સાંભળું છું જે વાત કોઈને કહી ન શક્યા, એ એક અજાણ્યા અવાજે સાંભળી લીધી.એક ચોરસ કાળું બોર્ડ, જેની પર સફેદ અક્ષરોથી લખેલું હતું: "ડિપ્રેસનમાં છો? આત્મહત્યાના કે ખોટા વિચારો આવે છે? એક વાર અમને કોલ કરો. અમે સાંભળીએ છીએ. હેલ્પલાઇન: ૯૯..."રુદ્ર રોડની ફૂટપાથ પર લન્ચ બ્રેક માં ઊભો રહ્યો. મે મહિનાનો બપોરનો તડકો ડામરને ઓગાળી રહ્યો હતો, અને એ તડકામાં આ બોર્ડ એક વિચિત્ર કોમેડી જેવું લાગતું હતું. રુદ્ર હસ્યો. મોટેથી નહીં, અંદરથી.તેણે ખિસ્સામાંથી સિગારેટ કાઢી, સળગાવી અને બોર્ડ તરફ ધુમાડો છોડ્યો.‘કેવા મૂર્ખાઓ છે!’ એણે વિચાર્યું. ‘જે માણસ સાચે જ મરવા જતો હોય, એ રસ્તા પર ઊભો રહીને ટ્રાફિકની