અપરાધ. - 11 - એક ચહેરો… અનેક સવાલો“

  • 296
  • 76

શું થયું અનંત?” ગાયકવાડનો અવાજ કાનમાં પડ્યો, પરંતુ અનંત જાણે કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગયો હતો. લેપટોપની સ્ક્રીન પર અટકેલી તસવીર સામે તેની આંખો એકધારી સ્થિર હતી. નાયક પણ અનંતના ચહેરા તરફ જોઈ રહ્યો હતો.“સર...” અનંતના હોઠ ધ્રૂજ્યા, “આ... આ કોણ છે?”ગાયકવાડે તરત કોઈ જવાબ ન આપ્યો.“તને ઓળખાય છે?”અનંતે ફરી સ્ક્રીન તરફ જોયું.“ચહેરો સ્પષ્ટ નથી દેખાતો સર... પણ...” તે અટકી ગયો.“પણ શું?”“મને લાગે છે... મેં આ વ્યક્તિને પહેલાં જોઈ છે.”ગાયકવાડ ખુરશી પરથી સહેજ આગળ નમ્યા.“ક્યાં?”અનંતે કપાળ પર હાથ મૂક્યો.“યાદ નથી આવતું.”“યાદ કરવાનો પ્રયાસ કર.”“હું પ્રયત્ન કરું છું સર.”નાયકે વચ્ચે કહ્યું, “સર, ફૂટેજ થોડું આગળ કરીએ?”ગાયકવાડે ઈશારો કર્યો. વિડિયો ફરી