પ્રકરણ ૨૫: શ્રાવણ માસનું આગમન અને નાગ પાંચમની ભક્તિમય ઉજવણી!દૈનિક ચબરાકિયાં: શ્રાવણ મહિનો એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને તહેવારોની હારમાળા! જ્યારે આધુનિક જીવનશૈલી વચ્ચે સોસાયટીના વડીલો અને નવી પેઢી એકસાથે પૂજાની થાળી પકડે, ત્યારે આપણી પરંપરાઓનો વારસો વધુ મજબૂત બને છે! ઓગસ્ટ માસ માં શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ અને ૨૦૨૬ના આવનારા તમામ મુખ્ય તહેવારોની માહિતી આપવા માટે સિનિયર મહિલા ગ્રુપના વસંતી બા, ભાવના બા, રેણુ દેશમુખ અને પરિઝાદ દારૂવાલાએ આનંદનગર સોસાયટીના ક્લબ હાઉસ ખાતે આખી લેડીઝ ટીમ અને Gen Z યુવાનોની એક ખાસ બેઠક બોલાવી. વાતાવરણમાં શ્રાવણ માસની ભક્તિમય સુવાસ અને તહેવારોનો રોમાંચ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય